મેલેરીયા વિભાગ

ખંભાત નગરપાલિકા મેલેરીયા વિભાગ

મેલેરીયા વિભાગ મારફતે ખંભાત નગરપાલિકા વિસ્તારમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
ઈન્ટ્રાડોમેસ્ટીક :- શહેરના તમામ વિસ્તરમાં મકાનોમાં પાણી ભરવાના પાત્રોનું સર્વે કરવામાં આવેલ છે. જે મુજબ અઠવાડીક પ્રોગ્રામ બનાવી તેમાં મછરના લાર્વો મળે તો તેનો નાશ કરવામાં આવે છે. 

પેરાડોમેસ્ટીક:-શહેરો માં ખુલી ગટરો,નાળા,નીકો, તલાવડીઓ, વિગેરેમાં શક્ય હોય ત્યાં સુધી માઇનોર એન્જીનીયરી વર્કથી પાણીનો નિકાલ કરવામાં આવે છે.અને તેમાં મછરના પોરા હોય તો લવિસાઇડની ટ્રીટમેંટ (દવાનો છંટકાવ કરવામાં આવે છે.)આપવામાં આવે છે.

કાયમી બ્રીડીગ પ્લેસીસમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવે છે
શહેરમાં ઈન્ટ્રામેસ્ટીક કામગીરી દરમિયાન તાવના દર્દી મળે તો તેઓની સ્લાઇડ લેવામાં આવે છે અને તેને તપાસ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવે છે જ્યાં તેની તપાસમાં મેલેરીયા પોઝીટીવ આવે તો  પ્રાયમા ક્વીનની સારવાર આપવામાં આવે છે
જે ઘરમાં મેલેરિયાના કન્ફમ કેસ આવે તે મકાન અને તેની આજુ બાજુના મકાનોમાં  પ્રાયરેથ્રમ સ્પ્રે કરવામાં આવે છે જેથી તે ઘરમાં રહેલ મેલેરિયાના વેકટર મછરોનો નાશ થાય.
અગાઉ માત્ર શહેરી મેલેરીયા યોજનાથી ઓળખાતા પ્રોગ્રામ હવે એમ.વી.બી ડી.સી.પી થી ઓળખાય છે અને મેલેરિયાની સાથે મછરની થતા તમામ રોગોની નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવે છે.
આરોગ્ય  શિક્ષણ :- મછરથી થતાં રોગોના નિયંત્રણ માટે સહુથી અગત્યનું પરિબળ આરોગ્ય શિક્ષણ છે. જનમાનસમાં મછરો વિશે જેજે ગેરસમજો પ્રવર્ત છે તે તમામનું નિવારણ તેઓને મછરનો પરિચય તેની ટેવ તથા તેનાથી બચવાના ઉપાયો શિખવીને કરી શકાય છે. જે માટે શહેરની તમામ માધ્યમિક શેક્ષણિક સંસ્થાઓ,કોલેજ તથાં આરોગ્ય મેળાઓ વખતે તેનાથી તનાં રોગો અંગે પ્રવચન પ્રદર્શન યોજવામાં આવે છે.